challange
challange
challange

બહુવિધ ઇંજેક્શનનો અર્થ વારંવાર રડવાની અને અસ્વસ્થતાની ઘટનાઓ હોવાથી, માતાઓ આજે સંયોજન રસીકરણની પસંદગી કરી શકે છે અને તેમાં સામેલ ‘પીડા’ ને ઘટાડી શકે છે. તદુપરાંત સંયોજન રસીકરણ ઘણા વિકલ્પોમાં ઉપલબ્ધ છે, જેમાં ફક્ત 1 ઇન્જેક્શન સાથે નીચે જણાવેલ રોગોમાંથી 3 થી 6 રોગોને આવરી લેવામાં આવે છે

સંયોજન રસીકરણ વિશે
દરેક માતાને શું
જાણવાની જરૂર છે?

સંયોજન રસીકરણ શું છે?
સંયોજન રસીકરણના ફાયદા શું છે?
મારા બાળકે સંયોજન રસીકરણ ક્યારે લેવું જોઈએ?
નીચે જણાવેલ 6 રોગો માટે વિવિધ પ્રકારનાં સંયોજન રસીકરણ કયા છે?
સંયોજન રસીકરણ વિરુદ્ધ અલગ અલગ રસીઓ સાથે કોઈ વધારાની આડઅસરો છે?

ડિપ્થેરિયા

ડિપ્થેરિયા શું છે અને મારા બાળકને કેવી રીતે થઈ શકે છે?
ડિપ્થેરિયા એ એક ગંભીર બેક્ટેરિયલ (જીવાણુ સંબંધી) ચેપ છે જે સામાન્ય રીતે નાક અને ગળાના મ્યુકસ મેમ્બ્રેનને અસર કરે છે. ડિપ્થેરિયા સામાન્ય રીતે આના દ્વારા ફેલાય છે:

ચેપગ્રસ્ત વ્યક્તિને ખાંસી અથવા છીંક આવવાથી તેમના શ્વસન સંબંધિત ટીપાં દ્વારા.

દૂષિત વ્યક્તિગત અથવા ઘરની વસ્તુઓ- બાળકને કોઈ રમકડા જેવી વસ્તુના સંપર્કમાં આવીને પણ ડિપ્થેરિયા થઈ શકે છે, જેના પર તે બેક્ટેરિયા છે જે ડિપ્થેરિયાનું કારણ બને છે.

જો મારા બાળકને ડિપ્થેરિયા થાય તો શું થશે?
ડિપ્થેરિયાના લક્ષણોમાં નબળાઇ, ગળાનું આળાપણું, તાવ અને ગરદનમાં સોજો પામેલી ગ્રંથીઓ સામેલ છે. ગળામાં એક જાડું આવરણ રચાય છે જે શ્વાસ લેવાની અથવા ગળવાની મુશ્કેલીમાં પરિણમી શકે છે. તે વાયુમાર્ગને અવરોધિત કરવા, હૃદયને નુકસાન, ચેતાને નુકસાન, ફેફસાનો ચેપ અને લકવા જેવી મુશ્કેલીઓ તરફ દોરી શકે છે.

હું મારા બાળકને ડિપ્થેરિયાથી કેવી રીતે સુરક્ષિત રાખી શકું?

ડિપ્થેરિયા રસીથી નિવારી શકાય છે. ડિપ્થેરિયા રસી સામાન્ય રીતે ટેટનસ અને ઉટાંટિયું (વુપિંગ કફ) (પર્ટુસિસ) ની રસી સાથે સંયોજિત કરવામાં આવે છે. અન્ય એન્ટિજેન્સ સાથે સંયોજનમાં ડિપ્થેરિયા રસી એ બાળપણના રસીકરણમાંની એક છે જેની ભલામણ ડૉક્ટરો બાળપણ દરમિયાન કરે છે.

તમારે બાળકને કોઈપણ બીમાર વ્યક્તિથી દૂર રાખવા સહિતની તમામ સ્વાસ્થ્યપ્રદ સાવચેતીઓને સુનિશ્ચિત કરવી અનિવાર્ય છે.

પાછા જાવ

પર્ટુસિસ

પર્ટુસિસ શું છે અને મારા બાળકને તે કેવી રીતે થઈ શકે છે?

પર્ટુસિસ (જેને ઉટાંટિયું (વુપિંગ કફ) તરીકે પણ ઓળખવામાં આવે છે) એ એક ખૂબ જ ચેપી શ્વસન ચેપ છે જે ખૂબ ગંભીર હોઈ શકે છે, ખાસ કરીને નવજાત બાળકો અને નાના શિશુઓ માટે.

પર્ટુસિસ ચેપી ટીપાં દ્વારા હવા મારફતે ફેલાય છે, તેથી તે અન્ય લોકોની ખાંસી અથવા છીંક દ્વારા અથવા રોગી વ્યક્તિની નજીક રહેવાથી સહેલાઇથી ફેલાય છે. નવજાત શિશુઓ માટે માતાઓ પર્ટુસિસ ચેપનો મુખ્ય સ્રોત છે.

જો મારા બાળકને પર્ટુસિસ થાય તો શું થશે?

પર્ટુસિસ 2 મહિનાથી ઓછી ઉંમરના બાળકો અને નાના શિશુઓમાં ગંભીર અને કેટલીકવાર જીવલેણ ગૂંચવણો પેદા કરી શકે છે. શિશુઓ અને નાના બાળકો આર્ત (પીડિત) થઈ શકે છે અને શ્વાસ લેવામાં મુશ્કેલી થવાને કારણે વાદળી રંગના થઇ શકે છે.

મારા નવજાત શિશુને પર્ટુસિસથી બચાવવા માટેના માર્ગ શું છે?

શિશુને રસી આપીને પર્ટુસિસને નિવારી શકાય છે. નાના શિશુઓમાં પર્ટુસિસને રોકવા માટેની અન્ય વ્યૂહરચનાઓમાં માતાઓ, પરિવારના સભ્યો અને નજીકના સંપર્કોનું રસીકરણ સામેલ છે. વધુ વિગતો માટે કૃપા કરીને તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

પાછા જાવ

ટેટનસ

ટેટનસ શું છે અને મારા બાળકને તે કેવી રીતે થઈ શકે છે?

ટેટનસ એ એક તીવ્ર, ઘણીવાર જીવલેણ રોગ છે, જે બેક્ટેરિયમ ક્લોસ્ટ્રિડિયમ ટેટાનીને કારણે થાય છે.

તે સામાન્ય કઠોરતા અને અસ્થિરપિંજરના (સ્કેલેટલ) સ્નાયુઓના ખેંચાણ જેવા લક્ષણો ધરાવે છે. સ્નાયુઓની અક્કડતામાં સામાન્ય રીતે જડબું (લૉક જૉ) અને ગરદન સામેલ હોય છે અને પછી તે આખા શરીરમાં ફેલાઈ શકે છે.

બેક્ટેરિયાના બીજકણ (સ્પૉર) સામાન્ય રીતે માટી, ધૂળ અને ખાતરમાં જોવા મળે છે અને ખુલ્લી ત્વચા - સામાન્ય રીતે દૂષિત વસ્તુઓ દ્વારા થતાં કાપાઓ અથવા છિદ્રો મારફતે શરીરમાં પ્રવેશ કરે છે.

જો મારા બાળકને ટેટનસ થાય તો શું થશે?

નીઑનેટલ (નવજાત) ટેટનસમાં, લક્ષણોમાં સ્નાયુઓનું ખેંચાણ સામેલ હોય છે, જે ઘણી વાર નવજાતની ચૂસવાની (ધાવણ લેવાની) અથવા સ્તનપાન કરવાની અસમર્થતા અને વધુ પડતું રડવાથી શરુ થાય છે.

મોટા બાળકો અને પુખ્ત વયના લોકોમાં, તે જડબાનું ખેંચાણ, સ્નાયુઓની પીડાદાયક સખ્તાઇ અને આંચકીના હુમલાઓ તરફ દોરી જઈ શકે છે. આનાથી તૂટેલા હાડકાં, શ્વાસ લેવામાં તકલીફ, વોકલ કોર્ડ્સ (સ્વરતંતુઓ) માં ખેંચાણ જેવી જટિલતાઓ પેદા થઈ શકે છે.

મારા નવજાત શિશુને ટેટનસથી સંરક્ષિત કરવા માટેના માર્ગ શું છે?

સીડીસી ટેટનસના ચેપને રોકવા માટે રસીકરણ અને ઘાની સારી સંભાળ કરવાની ભલામણ કરે છે. જ્યારે કોઈને ગંભીર ઇજા થાય અને તેને ટેટનસ રસીથી સંરક્ષણ પ્રાપ્ત ન હોય તેવા કિસ્સામાં ટેટનસને રોકવા માટે ડૉક્ટરો કોઈ દવાનો ઉપયોગ પણ કરી શકે છે.

પાછા જાવ

પોલિયો

પોલિયો શું છે અને મારા બાળકને તે કેવી રીતે થઈ શકે છે?

પોલિયો એ એક વાયરસથી થતો ખૂબ જ ચેપી રોગ છે. તે ચેતાતંત્રના ચેપનું કારણ બને છે, અને લકવો, શ્વાસ લેવામાં તકલીફ અને ક્યારેક મૃત્યુમાં પણ પરિણમી શકે છે. પોલિયો મુખ્યત્વે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અસર કરે છે અને તે ખૂબ જ ચેપી છે.

તે મુખ્યત્વે ફીકો-ઓરલ (વિષ્ટા-મૌખિક) માર્ગ દ્વારા અથવા સામાન્ય વાહન દ્વારા (ઉદાહરણ તરીકે, દૂષિત પાણી અથવા ખોરાક) એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. ઉપરાંત, જો તમારું બાળક દૂષિત થયેલા રમકડાં જેવી વસ્તુઓ તેમના મોઢામાં મૂકે તો તેમને ચેપ લાગી શકે છે.

જો મારા બાળકને પોલિયો થાય તો શું થશે?

સીડીસી મુજબ, પોલિયો વાયરસ ચેપ ધરાવતી 4 માંથી 1 વ્યક્તિને ફ્લૂ જેવા લક્ષણો હશે જેમાં ગળાનું આળાપણું, તાવ, થાક, ઉબકા, માથાનો દુખાવો અને પેટનો દુખાવો સામેલ હોઈ શકે છે. થોડા પ્રમાણમાં દર્દીઓ મગજ અને કરોડરજ્જુને લગતા લક્ષણો વિકસાવી શકે છે. લકવા એ પોલિયો સાથે સંકળાયેલું સૌથી ગંભીર લક્ષણ છે. તે કાયમી અપંગતા અને મૃત્યુ તરફ દોરી જઈ શકે છે.

મારા નવજાત શિશુને પોલિયોથી બચાવવા માટેના માર્ગ કયા છે?

પોલિયોને રોકવાનો સૌથી અસરકારક માર્ગ રસીકરણ છે. પોલિયો સામે રસીકરણ અંગેની વધુ માહિતી વિશે તમારા ડૉક્ટર સાથે વાત કરો.

પાછા જાવ

હીમોફીલસ ઇન્ફ્લુએન્ઝા
પ્રકાર બી

હીમોફીલસ ઇન્ફ્લુએન્ઝા પ્રકાર બી શું છે અને મારા બાળકને તે કેવી રીતે થઇ શકે છે?

હીમોફીલસ ઇન્ફ્લુએન્ઝા રોગ એચ. ઇન્ફ્લુએન્ઝા નામના બેક્ટેરિયાથી થાય છે.

તેવું નામ ધરાવતો હોવા છતાં, એચ. ઇન્ફ્લુએન્ઝા એ ઇન્ફ્લુએન્ઝા (ફ્લૂ) નું કારણ બનતો નથી. હીમોફીલસ ઇન્ફ્લુન્ઝા પ્રકાર બી (એચઆઈબી) એ એક બેક્ટેરિયા છે જે વિશિષ્ટપણે લગભગ 5 વર્ષથી ઓછી વયના બાળકોમાં કાનના હળવા ચેપથી લઈને ગંભીર ન્યુમોનિયા, મેનિન્જાઇટિસ અને અન્ય આક્રમક રોગો જેવા વિવિધ પ્રકારના ચેપનું કારણ બની શકે છે.

અન્ય લોકો સાથે નજીકના સંપર્કમાં હોવા દરમિયાન ઉધરસ અથવા છીંક આવવાને કારણે લોકો એચાઇબી સહિત, એચ. ઇન્ફ્લુએન્ઝા ફેલાવી શકે છે. બીમાર દેખાતા હોય નહીં તેવા લોકોના નાકમાં અને ગળામાં પણ બેક્ટેરિયા હોઈ શકે છે અને તેઓ બેક્ટેરિયા ફેલાવી શકે છે.

જો મારા બાળકને એચાઇબી થાય તો શું થશે?

એચઆઈબી દ્વારા થતાં સૌથી સામાન્ય આક્રમક રોગોમાં ન્યુમોનિયા, રક્ત-પ્રવાહનો ચેપ અને મેનિન્જાઇટિસ સામેલ છે. મેનિન્જાઇટિસ એ મગજ અને કરોડરજ્જુના આવરણનો ચેપ છે. તે શરૂઆતમાં અત્યંત ઊંચા તાવ, માથાનો દુખાવો, નબળા આહાર અને પીણાં સાથે સામે આવી શકે છે.

સીડીસી મુજબ, એચઆઈબી સંબંધિત આક્રમક રોગ ધરાવતા મોટાભાગના બાળકોને હોસ્પિટલમાં સંભાળની જરૂર પડે છે. સારવાર મેળવવા છતાં પણ, એચાઇબી મેનિન્જાઇટિસ ધરાવતા 20 માંથી 1 જેટલા બાળકનું મૃત્યુ થાય છે. 5 માંથી 1 જેટલા બાળકો જે એચઆઈબી મેનિન્જાઇટિસ માંથી બહાર આવે છે તેમને મગજની હાનિ થઈ શકે છે અથવા તેઓ બહેરા થઈ શકે છે.

મારા નવજાત બાળકને પોલિયોથી બચાવવા માટેના માર્ગ શું છે?

મોટાભાગના ગંભીર એચાઇબી રોગના નિવારણ માટે એકમાત્ર જાહેર આરોગ્ય સાધનના સક્ષમ સાધન તરીકે ડબ્લ્યુએચઓ રસીકરણની ભલામણ કરે છે. પ્રારંભિક બાલ્યાવસ્થામાં પ્રદાન કરવામાં આવે ત્યારે પણ એચાઇબીની રસીઓને સલામત અને અસરકારક માનવામાં આવે છે.

પાછા જાવ

હિપેટાઇટિસ બી

હિપેટાઇટિસ બી શું છે અને અને મારા બાળકને તે કેવી રીતે થઇ શકે છે?

હિપેટાઇટિસ બી એ એક વાયરસથી થતો લિવરનો ચેપ છે જે રક્ત અને શરીરના પ્રવાહીઓ દ્વારા ફેલાય છે. હિપેટાઇટિસ બી એક હળવી ટૂંકા ગાળાની બીમારીથી લઈને બાળકોમાં ગંભીર, જીવનભરની બિમારી સુધીની શ્રેણીમાં હોઇ શકે છે. તે ઘણી વખત વર્ષો સુધી ટકી રહી શકે છે અને આખરે લિવરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

એક ચેપગ્રસ્ત માતા તેના બાળકને જન્મ દરમિયાન તે ચેપ આપી શકે છે. જ્યારે હિપેટાઇટિસ બી વાયરસથી ચેપગ્રસ્ત રક્ત, વીર્ય અથવા શરીરના અન્ય પ્રવાહી ચેપગ્રસ્ત ન હોય તેવી વ્યક્તિના શરીરમાં દાખલ થાય છે ત્યારે હિપેટાઇટિસ બી વાયરસનો ફેલાવો થાય છે.

જો મારા બાળકને હિપેટાઇટિસ બી થાય તો શું થશે?

સીડીસી મુજબ, 5 વર્ષથી વધુ વયના લગભગ 30% -50% લોકોમાં તીવ્ર હિપેટાઇટિસ બી ના લક્ષણો હોય છે. 5 વર્ષથી ઓછી વયના બાળકો અને રોગપ્રતિકારકતાનું દમન (ઈમ્યુનોસપ્રેસ્ડ) જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓવાળા લોકો સામાન્ય રીતે લક્ષણો ધરાવતા નથી.

હિપેટાઇટિસ બી ના લક્ષણોમાં થાક, તાવ, ભૂખ ઓછી થવી, ઉબકા, ત્વચા અથવા આંખોનું પીળું થવું, પેટનો દુખાવો અને ઘેરા રંગનો મૂત્ર સામેલ છે.

આશરે 90% ચેપગ્રસ્ત શિશુઓ (એટલે કે 1 વર્ષથી ઓછી ઉંમરના બાળકો) માં દીર્ઘકાલીન ચેપ વિકસિત થશે. બાળક મોટું થાય તેમ જોખમ ઘટી જાય છે. 1 થી 5 વર્ષની વયના આશરે 25%-50% સંક્રમિત બાળકોમાં દીર્ઘકાલીન હિપેટાઇટિસ બી વિકસિત થશે.

દીર્ઘકાલીન હિપેટાઇટિસ બી લીવરને નુકસાન, સિરોસિસ, લીવરનું કેન્સર અને મૃત્યુમાં પણ પરિણમી શકે છે.

મારા નવજાત શિશુને હેપેટાઇટિસ બી થી બચાવવા માટેના માર્ગ શું છે?

સીડીસી મુજબ, હિપેટાઇટિસ બી સને રોકવાનો શ્રેષ્ઠ માર્ગ રસી અપાવવાનો છે. સંપૂર્ણ સુરક્ષા માટે શૉટ્સની શ્રેણી પૂર્ણ કરવી જરૂરી છે. હેપેટાઇટિસ બી સામે રસીકરણ અંગેની વધુ માહિતી વિશે તમારા ડૉક્ટર સાથે વાત કરો.

પાછા જાવ
રસીકરણ અંગેની વધુ માહિતી સહિત આ રોગોને કેવી રીતે નિવારી શકાય તેની સંપૂર્ણ માહિતી માટે કૃપા કરીને તમારા પીડિયાટ્રિશિયનની સલાહ લો.