challange
challange
challange

પીડિયાટ્રિશિયન્સ (બાળ ચિકિત્સકો) માને છે કે રસીકરણમાં વિલંબ થવો જોઈએ નહીં કારણ કે તે બાળકોમાં ચેપનું જોખમ વધારે છે. તેમને સંભવિત ગંભીર રોગોથી બચાવવા માટે સમયસર રસીકરણ આવશ્યક છે.

રસીકરણ ચૂકશો નહીં.

જેથી રોગો તાળાબંધ થઈ જાય. બાળપણ નહીં.

18 વર્ષ સુધીની ઉંમરની ભલામણ કરાયેલ* રસીઓની સૂચિ જોવા માટે નીચેના શીર્ષકો પર ક્લિક કરો

ડાઉનલોડ કરો

શું તમે કોવિડ-19 રોગચાળા દરમિયાન તમારા બાળકના ચૂકી જવાયેલ રસીકરણ વિશે ચિંતિત છો?

તમારા પ્રશ્નોના જવાબ નીચે મેળવો

1.મને ખાતરી નથી કે શું મારુ બાળક રસી ચૂકી ગયું છે, મારે શું કરવું જોઈએ? વધુ વાંચો
 • બાળકોને સમયસર રસીઓ આપવી એ ગંભીર અને સંભવિતપણે જીવલેણ રોગો સામે રક્ષણ આપવા માટેનો એક મહત્વપૂર્ણ માર્ગ છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન (રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર) (સીડીસી) ભલામણ કરે છે કે બાળકોને રસીકરણના ભલામણ કરાયેલ રસીકરણ સમયપત્રક મુજબ રસીઓ અપાવવી જોઈએ.
 • જ્યારે બાળકોને રસી આપવામાં ન આવી હોય અથવા રસીકરણમાં વિલંબ થાય, ત્યારે તેઓ ગંભીર રોગો સામે અસુરક્ષિત રહે છે જેને રસીકરણ દ્વારા સરળતાથી નિવારી શકાય છે.
 • તમારા બાળકનું રસીકરણ કાર્ડ આજે જ તપાસો, જેમાં તમારા બાળક માટે ભલામણ કરાયેલ વય વિશિષ્ટ રસીઓ છે. ચૂકી જવાયેલ અથવા આપવા યોગ્ય રસીકરણ વિશે વધુ માહિતી માટે તમારા પીડિયાટ્રિશિયન (બાળ ચિકિત્સક) ની સલાહ લો
2.કોવિડ -19 રોગચાળા દરમિયાન ચૂકી જવાયેલ/ આપવા યોગ્ય રસીકરણ માટેની ઉપલબ્ધ માર્ગદર્શિકા શું છે?વધુ વાંચો
 • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા વૈશ્વિક માર્ગદર્શિકા: રસીકરણ એક આવશ્યક આરોગ્ય સેવા છે. ટૂંકા સમયગાળા માટે પણ, રસીકરણ સેવાઓમાં વિક્ષેપ, ચેપ પ્રત્યે સંવેદનશીલ વ્યક્તિઓની સંખ્યાના વધારામાં પરિણમશે અને રોગચાળો ફાટી નીકળવાનું વલણ ધરાવતા રસી દ્વારા નિવારણયોગ્ય રોગો (વેક્સીન પ્રિવેન્ટેબલ ડિસીઝ/વીપીડી) ની સંભાવના વધારશે.
 • ઈન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ (આઈએપી) દ્વારા ભારતીય માર્ગદર્શિકા: સંક્રમણક્ષમ રોગોના નિવારણ (રસીકરણો સહિત) અને પ્રબંધનને "આવશ્યક તબીબી સેવા" માનવામાં આવે છે. "રસીકરણ એ એક મુખ્ય સ્વાસ્થ્ય સેવા છે" જેને સંક્રમણક્ષમ રોગોના નિવારણ માટે પ્રાથમિકતા આપવામાં આવવી જોઈએ અને કોવિડ -19 રોગચાળા દરમિયાન, જ્યાં શક્ય હોય ત્યાં ચાલુ રાખવા માટેનું સંરક્ષણ આપવામાં આવવું જોઈએ. કોવિડ-19 રોગચાળા દરમિયાન કોઈ સ્વસ્થ બાળકને રસી આપવાનું કોઈ દસ્તાવેજીત જોખમ નથી
3.આ સમયમાં રસીકરણ દરમિયાન શું સાવચેતીઓ/સંભાળ લેવી જોઇએ? વધુ વાંચો
 • રસીકરણ માટે માત્ર પહેલેથી લીધેલી એપોઇન્ટમેન્ટ સાથે તમારા પીડિયાટ્રિશિયનની મુલાકાત લો
 • વારંવાર સમયાંતરે આલ્કોહોલ આધારિત સેનિટાઈઝરનો ઉપયોગ કરો
 • શિશુઓ સિવાય તમામ સંભાળ પ્રદાતાઓ અને બાળકોએ માસ્ક પહેરવું જોઈએ
 • દરેક સમયે સામાજિક અંતર જાળવો અને શક્ય તેટલો સપાટીઓનો સંપર્ક ટાળો
 • કોઈપણ રમકડા/ વ્યક્તિગત વસ્તુઓ સાથે રાખો નહીં અને દરવાજાના હેન્ડલ્સને સ્પર્શ કરવાનું ટાળો
 • ડિજિટલ ચુકવણીઓને પ્રાધાન્ય આપવું જોઈએ
 • વરિષ્ઠ નાગરિકો (60 વર્ષથી વધુ વયના) એ રસીકરણ લેનાર સાથે જવું જોઈએ નહીં
 • કર્મચારીઓની સલાહ મુજબ રસીકરણ ક્લિનિક ખાતે દાખલ થાવ, બહાર નીકળો અને પોતાનું વર્તન રાખો
4.મારા બાળકને રસીકરણ માટે બહાર લઈ જવા અંગે હું ચિંતિત છું, કારણ કે તે કોવિડ-19 નું જોખમ વધારી શકે છે? વધુ વાંચો
 • જરૂરી ઉત્પાદનો (દૂધ, દવાઓ, વગેરે) અને સેવાઓ (બેંકિંગ, આરોગ્યસંભાળ, વગેરે) મેળવવા માટે બહાર જવું પણ કોવિડ-19 નો ચેપ લાગવાનું જોખમ ધરાવે છે. પરંતુ જરૂરી સાવચેતીઓ લઇને આપણે જોખમને ઓછું કરવાનો પ્રયાસ કરીએ છીએ
 • એ જ રીતે, રસીકરણ એ એક આવશ્યક તબીબી સેવા છે અને જરૂરી સાવચેતીઓ લેવાથી એ તમારા અને તમારા બાળકને ચેપનું જોખમ ઘટાડી શકે છે.
 • ઊલટાનું, જ્યારે બાળકોને રસી આપવામાં ન આવી હોય અથવા રસીકરણમાં વિલંબ થાય, ત્યારે તેઓ સંભવિતપણે ગંભીર રોગો સામે અસુરક્ષિત રહી જાય છે જે રસીકરણ દ્વારા નિવારી શકાય છે.
 • તમારા પીડિયાટ્રિશિયન દ્વારા ભલામણ કરાયેલ રસીકરણના સમયપત્રકને અનુસરવું તે એક સમજદાર નિર્ણય છે
5.મારા બાળકને આપવા યોગ્ય રસીકરણ માટે કેટલો વિલંબ ક્ષમ્ય છે?વધુ વાંચો

તમારા બાળકના રસીકરણ સમયપત્રક અંગે માર્ગદર્શન આપવા માટે તમારા પીડિયાટ્રિશિયન શ્રેષ્ઠ આધાર છે. તમારા બાળકનું રસીકરણ કાર્ડ આજે જ તપાસો અને વધુ માહિતી માટે તમારા પીડિયાટ્રિશિયનની સલાહ લો.

20 થી વધુ જીવલેણ રોગો રસીકરણ દ્વારા નિવારી શકાય છે.

રસીકરણથી અમે ઘણા દેશોમાં રસી દ્વારા નિવારણયોગ્ય રોગોને ખૂબ જ નીચા સ્તર સુધી ઘટાડવામાં સક્ષમ રહ્યા છીએ. તેમ છતાં, જો લોકો તેમને સુસંગત રસીઓ લેવાનું બંધ કરે, તો આપણે રસી દ્વારા નિવારણક્ષમ કેટલાક રોગો પરત ફરવાનું જોઈ શકીએ છીએ.

રસીઓ દ્વારા નીચે મુજબની મદદ મળી છે:

 • શીતળાને નાબૂદ કરવામાં
 • પોલિયોને મહદઅંશે નાબૂદ કરવામાં
 • વિશ્વભરમાં 2000 થી 2018 ની વચ્ચે ઓરી સાથે સંબંધિત મૃત્યુમાં 73% સુઘીનો ઘટાડો
 • 2000-2018 ની વચ્ચે રૂબેલાના કિસ્સાઓમાં 97% સુધીનો ઘટાડો

રસીઓ સમાજને નીચેની બાબતોમાં પણ મદદરૂપ થાય છે:

 • વ્યક્તિઓ- ઐતિહાસિકપણે બાળકોમાં મૃત્યુનું સામાન્ય કારણ હતા તેવા રસી દ્વારા નિવારણક્ષમ રોગો સામે રક્ષણ આપવામાં મદદ કરીને રસીકરણો આરોગ્ય અને સુખાકારીમાં સહાય કરી શકે છે.
 • સમુદાયો- રસીકરણથી રસી દ્વારા નિવારણક્ષમ રોગોના ફેલાવાને ઘટાડવામાં મદદ મળી શકે છે.
 • અર્થવ્યવસ્થાઓ- અભ્યાસો સૂચવે છે કે રસીકરણથી આર્થિક વિકાસ, ઉત્પાદકતા અને કર્મચારીબળની સહભાગિતા પર લાભકારક પ્રયાસો થઈ શકે છે.
*વૈશ્વિક ભોજન સંબંધિત મૃત્યુ દર 2000 માં અંદાજિત 536000 ની સરખામણીએ 73% સુધી ઘટીને 2018 માં 142,000 થયો છે.
***અહેવાલિત રુબેલા કિસ્સાઓ 2000 માં 102 દેશોના 670894 થી 97% સુધી ઘટીને 2018 માં 151 દેશોમાં 14621 કેસ થયા છે.


ચૂકી જવાયેલ અથવા આપવા યોગ્ય રસીકરણ માટે આજે જ તમારા પીડિયાટ્રિશિયનની સલાહ લો!


Share On
ટૉપ પર જાઓ

* Adapted from Advisory committee of vaccination & immunization practices, 2018-19 recommendations by Indian Academy of Pediatrics
Disclaimer: Information appearing in this material is for general awareness only and does not constitute medical advice.
The above vaccination list is not comprehensive and you may be advised additional vaccination based on your medical condition.
Please consult your Pediatrician for more information, question or concern you may have regarding your condition.
Issued in public interest by GlaxoSmithKline Pharmaceuticals Limited. Dr. Annie Besant Road, Worli, Mumbai 400 030, India.